Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના આ શહેરમાં બનશે 1200 બેડની કોવીડ હોસ્પિટલ

ગુજરાતના આ શહેરમાં બનશે 1200 બેડની કોવીડ હોસ્પિટલ

- Advertisement -

કોરોનાના સકંજામાં રહેલુ ગુજરાત અત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે તેવામાં ગઈકાલના રોજ અમદાવાદ ખાતે DRDOના સહયોગથી 900 બેડની કોવીડ હોસ્પિટલ શરુ કરવામાં આવી છે. જેનું ગઈકાલના રોજ ગૃહમંત્રી અમિત શાહે નિરીક્ષણ કર્યું હતું. આ બાદ અમિત શાહે ગાંધીનગરમાં પણ ટૂંક સમયમાં 1200 બેડની કોવીડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી.

- Advertisement -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે જણાવ્યું છે કે ગાંધીનગર હેલીપેડની બાજુમાં ટાટા ટ્રસ્ટના અને DRDOના સહયોગથી 1200 બેડની કોવીડ હોસ્પિટલ બનાવવામાં આવશે. જેનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ દ્રારા ઉઠાવવામાં આવશે. 1200 માંથી 600 બેડમાં આઈસીયુની સુવિધા ઉપલબ્ધ હશે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે  હાલ કોવિડ હૉસ્પિટલ માટે પસંદ કરાયેલ ત્રણ ડોમની સફાઇ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરનાં સેક્ટર 17મા આવેલ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 15 જેટલા ડોમ આવેલા છે. જેમાંથી ત્રણ ડોમમાં હોસ્પિટલ ઉભી કરવાની છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે ગાંધીનગરમાં શરૂઆતમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર કરાશે. જરૂર પડે તો તાત્કાલિક અસરથી 400 બેડ ઉભા કરવાની તૈયારી રખાશે.

અંતે ઉલેખનીય છે કે આજે રોજ અમિતશાહ ગાંધીનગરની કોલવડા આયુર્વેદિક હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટનો શુભારંભ કરાવશે. કોલવડા આયુર્વેદિક ઓક્સિજન પ્લાન્ટમાં પ્રતિ મિનિટ 300 ઓક્સિજનનું ઉત્પાદન થશે. રૂપિયા 55 લાખના ખર્ચે થયેલા ઓક્સિજન પ્લાન્ટ 200 કોરોના પોઝિટિવ દર્દીઓને લાભ મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular