જામનગર એલસીબી પોલીસે 165 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા તથા મોબાઇલ ફોન અને વાહન સહિત કુલ રૂા.51,500 ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપીલઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલ મારવાડી વાસ સોસાયટીમાં વિજય મારવાડીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા તથા હરદીપભાઈ ધાધલને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના તથા પીઆઈ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન મારવાડી વાસ સોસાયટીમાં વિજય મારવાડીના રહેણાંક મકાનમાંથી રૂા.16,500 ની કિંમતના 165 નંગ વિદેશી દારૂના ચપલા તથા રૂા. 30 હજારની કિંમતનું જીજે-10-સીએસ-6862 નંબરનું મોટરસાઈકલ તથા રૂા.5000 ની કિંમતના મોબાઇલ ફોન સહિત કુલ રૂા.51,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.