દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તથા વડત્રા સબ ડીવીઝનના વિસ્તારોમાં આજેસવારથી જ પીજીવીસીએલની 35 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે જામનગરમાં ચેકિંગ દરમિયાન 47 જોડાણોમાં ગેરરીતિ મળી આવતા 13.45 લાખના બીલો ફટકાર્યા હતાં.
જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ આજે બીજા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેર, ગ્રામ્ય તથા વડત્રા સબ ડીવીઝનના વિસ્તારમાં આવતા ગામોમાં પીજીવીસીએલની 35 ટીમો દ્વારા ચેકિંગ કામગીરીમાં 18 એસઆરપી, 12 લોકલ પોલીસ, 04 એકસઆર્મીમેન અને 03 વીડિયોગ્રાફરોના બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખંભાળિયામાં વીજચેકિંગથી વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો તેમજ બુધવારે જામનગર શહેરના ખંભાળિયા ગેઈટ અને નગરસીમ સબ ડીવીઝનના વિસ્તારો સાધના કોલોની, બાવા રોડ, ગોકુલનગર, રડાર રોડ, મયુરનગર જેવા વિસ્તારોમાં 20 ટીમો દ્વારા ચેકિંગ કામગીરી અંતર્ગત 242 જોડાણો તપાસમાં આવતા તે પૈકીના 47 માં ગેરરીતિ મળી આવતા પીજીવીસીએલની ટીમો દ્વારા 13.45 લાખના બીલો ફટકારવામાં આવ્યાં હતાં.