Wednesday, November 4, 2026
Homeરાજ્યહાલારકલ્યાણપુર પંથકમાંથી ગેરકાયદેસર ખનીજ વહન ઝડપાયું

કલ્યાણપુર પંથકમાંથી ગેરકાયદેસર ખનીજ વહન ઝડપાયું

મેવાસા ગામની સીમમાં એલસીબી પોલીસની કાર્યવાહી

કલ્યાણપુર પંથકમાંથી વધુ એક વખત ગેરકાયદેસર ખનિજ વહન ઝડપાયું હતું. એલસીબીએ 14 ટન બોક્સાઇટનો જથ્થો ભરેલા ટ્રકને રોકી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દ્વારકા જિલ્લા એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કલ્યાણપુર પંથકમાં હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલિયા અને પીઠાભાઈ ગોજિયાને મળેલી બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામના દીપક મેરામણભાઈ ચાવડા દ્વારા મેવાસા ગામની સીમમાંથી ઓછા ટન વજનની રોયલ્ટી કાઢી અને વધારે બોકસાઈટનો જથ્થો ભરીને ગેરકાયદેસર રીતે બોકસાઈટનું વહન કરવામાં આવતું હોય, તેથી એલસીબી પોલીસે દરોડાની કાર્યવાહી કરી હતી.

આ સ્થળેથી પસાર થતાં એક ટ્રકને રોક્યો હતો. જેમાં ડ્રાઈવર દ્વારા રજુ કરવામાં આવેલી રોયલ્ટીમાં 12 ટન બોક્સાઈટનો જથ્થો દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે વાહનનું વજન કરવામાં આવતા આ ટ્રકમાં કુલ 26 ટન બોકસાઈટનો જથ્થો હોવાનું જોવા મળ્યું હતું. આમ, વધારાના 14 ટન બોક્સાઈટનો જથ્થો ભરીને ટ્રકમાં વાહન કરવા સબબ એલસીબી પોલીસે જરૂરી કાર્યવાહી કરી, આગળની તપાસ અર્થે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular