રાજ્યમાં 182 બેઠકો માટે પ્રથમ તબકકાની 89 બેઠકોની ચૂંટણી આગામી તા.1 ડિસેમ્બરે યોજાનાર છે. ત્યારે હવે માત્ર એક જ સપ્તાહ બાકી હોય, ઉમેદવારો દ્વારા પ્રચાર-પ્રસાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. જામનગર જિલ્લાની પાંચ બેઠકો પૈકીની 78 વિધાનસભામાં ભાજપાના ઉમેદવાર રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અભિયાનમાં મતદારોનો બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે તેમજ રીવાબાના પતિ અને ઈન્ડીયન ક્રિકેટ રવિન્દ્રસિંહ જાડેજાએ પત્નીના ચૂંટણી પ્રચાર માટે 78 વિધાનસભાના વિસ્તારોમાં મંગળવારે ભવ્ય રોડ-શો કર્યો હતો. આ રોડ-શો વિકાસ ગૃહથી શરૂ થઈને ઈન્દ્રદિપ સોસાયટી, મહિલા કોલેજ, પટેલ કોલોની શેરી નં.1 થી 12, આનંદ કોલોની, હાટકેશ સોસાયટી, હવેરી શેરી, પટેલવાડી, રામેશ્ર્વર કાર્યાલય, નિર્મલનગર, કે.પી.શાહ વાડી, રામેશ્ર્વર ચોક, પુનિતનગર, રાંદલનગર મેઈન રોડ, ગાંધીનગર મેઈન રોડ, મોમાઈનગર, મચ્છરનગર, પંચવટી, શનિદેવ મંદિર, સંજય મીલ, કાપડ મીલ ચાલી, વૈશાલીનગર, બેડેશ્ર્વર બ્રીજ સહિતના વિસ્તારોમાં યોજાયેલા રોડ-શો માં લોકો ઉમટી પડયા હતાં અને રવિન્દ્ર સાથે સેલ્ફી પડાવી હતી.