જામનગરમાં આવેલ હાપામાં મોહનલાલ ઝિણા ટ્રેડર્સના પાર્ટનર તરુણ જેન્તીભાઇ નંદાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની પેઢી આમદ જુસબ પાસ્તા નામની પેઢીના પ્રોપરાઇટર, જનાબ આમદ જે. પાસ્તા સ્ક્રેપનો માલ તેઓની જરુરીયાત મુજબ વર્ષોથી મોકલતા હતાં. બાદમાં પ્રતિવાદી કોઇ માલ સબબનું પેમેન્ટ મોકલવાનું બંધ કર્યું હતું અને વાદીનો ફો કે કોન્ટેકટ કરવાનું પણ બંધ કરી પેમેન્ટ અન્વયે ગલ્લા-તલ્લા કરતાં હતાં. જેથી મોહનલાલ ઝીણા ટ્રેડર્સના પાર્ટનર, તરુણ જેન્તીભાઇ નંદાએ પોતાના વકીલ નીતલ એમ. ધ્રુવ મારફત જામનગરના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ કોર્ટમાં સમરી સ્યૂટ દાવો દાખલ કર્યો હતો. જેમાં પ્રતિવાદીએ તેના વકીલ દ્વારા લીવ ટુ ડીફેન્ડની અરજી કરતાં જે મંજૂર થતાં દાવો જામનગરના છઠ્ઠા એડી. સિનિયર સિવિલ જજની કોર્ટમાં ચાલી જતાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની પેઢી આમદ જુસબ પાસ્તાને રૂા. 99,096.50 વાર્ષિક 7 ટકા દાવાની તારીખથી જ્યાં સુધી રકમ ન ચૂકવે ત્યાં સુધી વ્યાજ આપવાનો તથા દાવાનો તમામ ખર્ચ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. મોહનલાલ ઝીણ ટ્રેડર્સની પેઢી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ, ડેનીશા એન. ધ્રુવ, પૂજા એમ. ધ્રુવ, ધર્મેશ વી. કનખરા, આશિષ પી. ફટાણીયા, ધ્વનિશ એમ. જોશી તથા આસી. જુનિ. કાજલબેન સી. કાંબરીયા રોકાયેલ હતાં.