Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારચડત ભરણપોષણની રકમ નહીં આપતા મીઠાપુરના આસામીને કેદની સજા

ચડત ભરણપોષણની રકમ નહીં આપતા મીઠાપુરના આસામીને કેદની સજા

ખંભાળિયાની ફેમીલી કોર્ટનો ચુકાદો

- Advertisement -

ખંભાળિયામાં રહેતા દેવશીભાઈ માલાભાઈ વકાતરની પુત્રીના લગ્ન જામનગર જિલ્લાના ગોરધનપર ખાતે રહેતા અને હાલ મીઠાપુર ખાતે એક કંપનીમાં નોકરી કરતા કમલેશભાઈ વાલજીભાઈ બાંભવા સાથે આજથી આશરે સાત વર્ષ પૂર્વ થયા હતા. આ મહિલા અરજદારના લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્રનો પણ જન્મ થયો હતો. ત્યારબાદ આ મહિલાને પતિએ શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપી, આ મહિલાને તેમના નાના બાળક સાથે પહેર્યા કપડે કાઢી મુકતા મહિલા દ્વારા ખંભાળિયાની અદાલતમાં તેણીના પતિ સામે ભરણપોષણ માટેની અરજી દાખલ કરવામાં આવી હતી. આથી આ કેસ ચાલી જતા અદાલતે અરજદાર મહિલા તથા તેના સંતાનને અરજીની તારીખથી સંયુક્ત રીતે રૂ. 5,000 નું ભરણપોષણ ચૂકવી આપવા માટે હુકમ કર્યો હતો. તેમ છતાં પણ કમલેશભાઈ બાંભવા દ્વારા ભરણપોષણની રકમ નહીં ચૂકવતા અરજદાર મહિલા દ્વારા તેણીના પતિ સામે સામે ચડત ભરણપોષણની રકમ મેળવવા માટેની અરજી કરતાં સામાવાળાએ 24 માસની રકમ નહીં ચૂકવવા બદલ ખંભાળિયાની ફેમિલી કોર્ટના જજ શ્રી બારોટ સાહેબે અરજદાર મહિલાના પતિ કમલેશ બાંભવાને 480 દિવસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.અરજદાર તરફે અહીંના જાણીતા એડવોકેટ જીતેન્દ્ર કે. હિંડોચા સાથે હર્ષિદા કે. અશાવલા અને એ.એન. ધ્રુવ રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular