Wednesday, August 19, 2026
Homeસમાચારરાષ્ટ્રીયસંઘમાં નેતૃત્વ કરશે મહિલાઓ

સંઘમાં નેતૃત્વ કરશે મહિલાઓ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ટૂંક સમયમાં સહ કાર્યવાહ (મહા સચિવ) અને સહ સરકાર્યવાહ (સચિવ) જેવા હોદ્દાની જવાબદારી મહિલાઓને મળી શકે છે. સંઘની સ્થાપનાની 100મી વર્ષગાંઠ (2025) સુધી રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં સામેલ મહિલાઓને સંઘમાં લાવી શકાય છે. સંઘના 97 વર્ષના ઈતિહાસમાં કોઈ પણ મહિલાઓ આ હોદ્દા પર રહી નથી.

- Advertisement -

સૂત્રોનું કહેવું છે કે, મહિલાઓને ઉચ્ચ હોદ્દાની નિમણૂક આવા મુદ્દે સંઘમાં સંમતિ સઘાઈ ચૂકી છે. તેને જોતા પહેલીવાર નાગપુરમાં સંઘના દશેરા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પર્વતારોહક સંતોષ યાદવને આમંત્રિત કરાયા છે, જે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પહેલા મહિલા હશે.

સંઘ સામે અનેકવાર પ્રશ્નો ઉઠ્યા છે કે, તેમના સંગઠનમાં ઉચ્ચ હોદ્દે મહિલાઓ કેમ નથી. જો કે, હવે સંઘમાં સંમતિ સધાઈ છે કે, સહ કાર્યવાહ અને સહ સરકાર્યવાહની જવાબદારી પણ મહિલાઓને આપવી જોઈએ. આગામી સમયમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે સંકળાયેલા સ્વયંસેવકોને સંઘમાં જોડાવાની તક મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular