Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતલ્યો તૈયાર થઇ ગયું બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન

લ્યો તૈયાર થઇ ગયું બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન

1.36 લાખ મીટરમાં પથરાયેલી નવ માળની ઇમારતમાં ત્રણ ફુટ ઓવરબ્રીજ : હોટેલ-રેસ્ટોરન્ટ, ફુડકોર્ટનો સમાવેશ

- Advertisement -

અમદાવાદ-મુંબઇ વચ્ચેના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેકટની ગાડી રફતાર પકડતી હોય તેમ અમદાવાદમાં સાબરમતી ખાતેના પ્રથમ સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે છે. આ અલ્ટ્રા મોર્ડન સ્ટેશનથી હાઇસ્પીડ રેલવે સ્ટેશન, વેસ્ટર્ન રેલવે સ્ટેશન, મેટ્રો રેલવે સ્ટેશન તથા ફુટ ઓગવર બ્રીજ મારફત બીઆરટીએસ કોરીડોરની પણ કનેકવીટી ઉપલબ્ધ બનશે.
1.36 લાખ મીટરમાં પથરાયેલ નવ માળની ઇમારતમાં ત્રણ ફુટ ઓવરબ્રીજ છે. આ બિલ્ડીંગની બહાર દિવાલોમાં મહાત્મા ગાંધીના નમક સત્યાગ્રહની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.

- Advertisement -

ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટ, ફુડકોર્ટ અને બાળકોનો રમતગમતનો એરિયો છે. બિલ્ડીંગના બેઝમેન્ટ અને ત્રણ માળ પાર્કિંગ માટે અનામત રાખવામાં આવ્યા છે. 1200 કારના પાર્કિંગની સુવિધા ઉભી કરવામં આવી છે. 31500 મીટર જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરવામં આવ્યો છે. ચોથા અને સાતમા માળે ટેરેસ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. જુદા-જુદા માળે અનેક હોટેલ છે. સોલાર ઉર્જા માટે સોલાર રૂફ પ્રોજેકટ રાખવામાં આવ્યો છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના સૂત્રોએ કહ્યું કે વાપીથી સાબરમતી સુધીના આઠ બુલેટ ટ્રેન સ્ટેશનોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular