Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકામાં સગીરાના અપહરણ સબબ રૂપેણ બંદરના શખ્સ સામે ફરિયાદ

દ્વારકામાં સગીરાના અપહરણ સબબ રૂપેણ બંદરના શખ્સ સામે ફરિયાદ

- Advertisement -

દ્વારકા વિસ્તારમાં રહેતા એક પરિવારની પુત્રી ગત તા. 18 ના રોજ લાપતા બનતા તેમના પરિવારજનો દ્વારા તેણીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જે સંદર્ભે આ સગીરાનુ અપહરણ થયું હોવાનું ખુલવા પામતા સગીરાના પિતા દ્વારા રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અનવર અબ્દુલ રાડીયા નામના શખ્સ દ્વારા પોતાની પુત્રીને લલચાવી, ફોસલાવીને બદકામના કરવાના ઇરાદે લગ્ન કરવાની લાલચ આપી અને અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ બનાવ અંગે દ્વારકા પોલીસે અનવર અબ્દુલ સામે આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોકસો એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના પી.આઈ. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular