- Advertisement -
જ્યોતિષશાસ્ત્રની દુનિયામાં આદરભર્યું અને પ્રથમ હરોળનું નામ ધરાવતા શાસ્ત્રીજી પ્રભુના નિઃશુલ્ક લોક દરબારનું તાજેતરમાં ખંભાળિયામાં આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયામાં વધુ એક વખત લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અત્રે સારસ્વત જ્ઞાતિની બ્રહ્મપુરી ખાતે વિનામૂલ્યે આ જ્યોતિષ પરામર્શ દરબારનું આયોજન બ્રહ્મ સમાજ મિત્ર-મંડળનાં પ્રમુખ વજુભાઈ વોરીયા તથા હોદેદારો વિનાયકભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ ભૂરા તેમજ સંગઠન કાર્યકરો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.
બે દિવસ સુધી યોજવામાં આવેલા આ નિઃશુલ્ક જ્યોતિષ પરામર્શ દરબારમાં આશરે 350 જેટલા લાભાર્થીઓએ પોતાની સમસ્યા અંગે સમાધાન મેળવ્યુ હતુ અને રાહતની અનુભૂતિ કરી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન ખંભાળિયા ઉપરાંત જામનગર, ટંકારા, કાલાવડ, દ્વારકા, રાજકોટ તેમજ તાલુકાના અનેકો ગામોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વકીલો, તાલુકા વિકાસ અધિકારી, રેલવે કર્મચારીઓ, વેપારીઓ, રાજકારણીઓ, ડોક્ટરો અને સેવાકીય સંસ્થાના પદાધિકારીઓએ શાસ્ત્રીજી પ્રભુની વ્યક્તિગત રીતે મુલાકાત લઇ, પોતાની પરેશાનીઓનું નિરાકરણ મેળવ્યું હતું.
આ સમગ્ર આયોજન માટે કાર્યકરો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પરામર્શ દરબારથી લોકોનો જ્યોતિષ શાસ્ત્ર પ્રત્યે વિશ્વાસમાં વધારો થયો હતો.
- Advertisement -