તાજેતરમાં જ યુપી, બિહાર, રાચી, પશ્ચિમ બંગાળ, ઝારખંડ સહિતના અનેક ભારતના રાજ્યોમાં વિધર્મીઓ દ્વારા શુક્રવારે નમાજ બાદ દેખાવો કરી પથ્થરમારો કર્યો હતો અને સરકારી મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે સમગ્ર હિન્દુ સમાજ દ્વારા બજરંગ દળની આગેવાનીમાં આગામી ગુરુવારે તા. 16ના રોજ સમગ્ર ભારતની સાથે જામનગરમાં પણ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવશે.
જામનગરમાં આગામી ગુરુવારે વિધર્મીઓ દ્વારા દેશભરમાં થયેલા દંગા અને શાંતિ ડહોળવાના પ્રયાસને વખોડી ભારતમાં કોમી રમખાણો કરવાના હિનપ્રયાસને જડબતોડ જવાબી કાર્યવાહી કરી જવાબદારો સામે તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવે અને આવી ઘટનાઓ દેશભરમાં ન બને તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવે તે માટે રજૂઆત કરી જવાબદારોને મિલકત જપ્ત કરી નસિહતરૂપ પગલાં લેવા માગણી કરવામાં આવશે.
વિધર્મીઓના પૂર્વનિયોજિત કાવતરાઓને લઈને હિન્દુ સમાજ દ્વારા જામનગરમાં પણ સમગ્ર ભારતની સાથે ગુરુવારે સાંજે 4 વાગ્યે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વેળાએ સમગ્ર હિન્દુ સમાજના જ્ઞાતિ મંડળો, વિવિધ સંસ્થાઓને જોડાવા વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા અપીલ કરવામાં આવી છે.