જામનગર શહેરમાં અનેક વિસ્તારોમાં પ્રાચીન ગરબીઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે.
વિવિધ વિસ્તારોમાં અનેક ગરબીમાં વિવિધ રાસો પ્રચલીત હોય છે આવી જ એક ગરબી એટલે કે બર્ધન ચોક પાસે યોજાતી મારૂ કંસારા ગરબી જામનગરની આ મારૂ કંસારા ગરબીમાં શાસ્ત્રીય સંગીતના તાલે બાળાઓ દ્વારા માતાજીના ગરબા રમી માતાજીની આરાધના કરવામાં આવે છે. આજના આધુનિક અને ડીજેના યુગમાં પણ આ ગરબીએ પરંપરા જાળવી રાખી માતાજીની આરાધના કરે છે અને આટલા વર્ષો બાદ પણ આ ગરબીમાં ડીજેની આધુનિકતાનો રંગ લાગ્યો નથી અહિં દાયકાઓથી માત્ર શાસ્ત્રીય સંગીતના તાલે જ ગરબી રમાય છે અને બાળાઓ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે.
View this post on Instagram


