Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવિડીયો : બાલંભા નજીક ડમ્પરે હડફેટ લેતાં મોટરસાઇકલ ચાલકનું મોત

વિડીયો : બાલંભા નજીક ડમ્પરે હડફેટ લેતાં મોટરસાઇકલ ચાલકનું મોત

- Advertisement -

જોડિયા તાલુકાના બાલંભા ગામ નજીકથી પસાર થતાં મોટરસાઇકલને પૂર ઝડપે બેફિકરાઇથી આવતાં ડમ્પર ચાલકે હડફેટ લેતાં ચાલકનું ઘટના સ્થળે મોત નિપજતાં ડમ્પર ચાલક નાશી ગયો હતો.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જોડિયા તાલુકાના બાલંભા ગામ નજીકથી પસાર થતાં જીજે.10.ડીએચ.4658 નંબરના મોટરસાઇકલ ચાલકને પુર ઝડપે બેફિકરાઇથી આવતાં ડમ્પરે ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં મોટરસાઇકલ ચાલક બાબુભાઇનું ગંભીર ઇજા પહોંચતાં ઘટના સ્થળે મોત નિપજયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક નાશી ગયો હતો અને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી મૃતકના પરિવારજનોને જાણ કરી ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular