જામનગરમાં નવરાત્રીના રંગે રંગાયેલા માહોલ વચ્ચે રાજકોટ રેન્જના આઈજી નિલીપ્ત રાય અચાનક જામનગરના મહેમાન બન્યા હતા. નવરાત્રીની પરંપરા અને ગરબાની અનોખી રંગત માણવા પહોંચેલા નિલીપ્ત રાયે શહેરના વિવિધ ગરબી મંડળો અને નવરાત્રી મહોત્સવોની મુલાકાત લીધી હતી.
ખાસ કરીને સરગમ નવરાત્રી મહોત્સવમાં તેમણે પ્રાચીન રાસની ભવ્યતા અને પરંપરાગત ગરબાની રમઝટ માણી હતી. એક તરફ તાલબદ્ધ રાસ, બીજી તરફ ખેલૈયાઓનો ઉત્સાહ અને નવરાત્રીની રંગત વચ્ચે તેમણે જામનગરની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો અનુભવ કર્યો હતો.
View this post on Instagram
આ ઉપરાંત શહેરના અન્ય ગરબી મંડળોમાં પણ તેમણે હાજરી આપી હતી. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી નિલીપ્ત રાયની આ નવરાત્રી મુલાકાતે ઉત્સવના માહોલમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું હતું.
રાજકોટ રેન્જના આઈજી નિલીપ્ત રાય ફરજની વ્યસ્તતા વચ્ચે જામનગરની નવરાત્રીની રંગત માણતા જોવા મળ્યા, ત્યારે સરગમના પ્રાચીન રાસથી લઈને શહેરના ગરબી મંડળો સુધી તેમની મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની હતી.


