Monday, December 23, 2024
Homeરાજ્યભારતની શ્રેષ્ઠ ડોરસ્ટેપ ગોલ્ડ લોન રૂપિક બ્રાન્ડ હવે ગુજરાતમાં

ભારતની શ્રેષ્ઠ ડોરસ્ટેપ ગોલ્ડ લોન રૂપિક બ્રાન્ડ હવે ગુજરાતમાં

માસિક 0.49 ટકાના વ્યાજદરથી હવે વલસાડ, ભાવનગર, જામનગર, ભૂજ અને ગાંધીધામમાં ગોલ્ડ લોન ઉપલબ્ધ

- Advertisement -

ભારતમાં ડોરસ્ટેપ ગોલ્ડ લોન્સ શરુ કરનાર પ્રથમ બ્રાન્ડ રૂપિક અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 3ેર ઘેર જાણીતી બ્રાન્ડ બન્યા પછી હવે ગુજરાતના 5 મુખ્ય શહેરો વલસાડ, ભાવનગર, જામનગર, ભુજ અને ગાંધીધામમાં પણ ઉપલબ્ધ થઇ રહી છે. રૂપીક હવે ગુજરાતના વધુ શહેરોમાં ગ્રાહકોના વ્યાપક સમુદાય માટે પોતાની હાજરી વિસ્તારી રહી છે.

- Advertisement -

રૂપીક તેના ગ્રાહકોને માસિક 0.49 ટકાના ઓછામાં ઓછા વ્યાજ દરથી અને ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે સરળ અને સલામત ડોરસ્ટેપ ગોલ્ડ લોન ઓફર કરે છે. મહામારી પછી દેશના તમામ ક્ષેત્રોમાં અને ગ્રાહકોની જરુરીયાતોમાં પણ વૃધ્ધિ જોવા મળી રહી છે. ગ્રાહકો તેમના બિઝનેસનું પુન:નિર્માણ કરવા માગે છે તથા પોતાનો આવશ્યક ખર્ચ પુરો કરવા માગે છે. રૂપીક પોતાના વ્યાપક સર્વિસ નેટવર્ક વડે માત્ર 30 મિનિટમાં ગ્રાહકોના ઘરઆંગણે તેમની જરુરીયાત પૂર્ણ કરવા માટે સજ્જ છે. રૂપીકના અધિકૃત પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે એક એવી બ્રાન્ડ છીએ કે, જે ધિકારણને સરળ બનાવીને અવરોધ મુક્ત ગોલ્ડ લોન ઘરઆંગણે પુરી પાડી રહ્યા છીએ. ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં ગ્રાહકોનો વિશ્ર્વાસ મેળવ્યા પછી અમે રાજ્યના વલસાડ, ભાવનગર, જામનગર, ભુજ અને ગાંધીધામમાં તમામ લોકોના વિકાસને વેગ આપવા અમારી સર્વિસીસનો વ્યાપ વિસ્તારી રહ્યાં છીએ. ભારતના 5 લાખથી વધુ ગ્રાહકોને સર્વિસ પુરી પાડયા પછી રૂપીકને ધિરાણ માટે પ્રયાસ કરનારા અને ગોલ્ડ લોન કેટેગરીમાં પણ નવા ગ્રાહકોની જે વફાદારી હાંસલ થઇ છે. તેની ટકાવારી ઘણી મોટી છે. રૂપીકના 60 ટકા ગ્રાહકોમાં પ્રથમ વખત ધિરાણ લેનારા ગ્રાહકોનો સમાવેશ થાય છે અને તે ગ્રાહકોની અત્યંત પસંદગીની ડોરસ્ટેપ ગોલ્ડ લોન બ્રાન્ડ તરીકેનું સ્થાન જાળવી રાખી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular