ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને લોકજીવનનો ઉત્સવ એટલે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક યોજાતો વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો.આ રંગદર્શી મેળાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, પરંતુ તેના આરંભ પહેલાં જ હવામાનના પલટાએ આયોજકો, સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓની ચિંતા વધારી દીધી છે. મેળાના શ્રીગણેશ થાય તે પૂર્વે જ ખાબકેલા ભારે વરસાદને કારણે મેળાના મુખ્ય ગ્રાઉન્ડ સહિત વેપારીઓના સ્ટોલ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.તરણેતરનો મેળો શરૂ થવાના આગલા દિવસે જ વરસાદી પાણી ભરાયા સુરેન્દ્રનગરના થાનગઢમાં ભારે વરસાદથી તરણેતરના મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજન પર અસર જોવા મળી રહી છે.
થાનગઢ પાસે આવેલા પ્રખ્યાત ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં વિશ્વપ્રસિદ્ધ તરણેતરના લોકમેળાની આજથી શરૂઆત થશે. જોકે, મેળો શરૂ થવાના બરાબર એક દિવસ પહેલા જ વરસાદ થતાં મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. મેળાની તૈયારીઓ ચાલી રહી હતી તે જ સમયે વરસાદ પડવાથી મુખ્ય મેદાન અને વેપારીઓની દુકાનોના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.મેળાના આરંભ પહેલાં જ પાણી ભરાવાને કારણે પંડાલ બાંધનારાઓ અને વેપારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ગુજરાતભરમાંથી તરણેતરના ભાતીગળ લોકમેળાની રાહ જોઈ રહેલા પ્રવાસીઓ અને લોકસાહિત્ય પ્રેમીઓમાં વરસાદને લઈને ચિંતા જોવા મળી રહી છે.
View this post on Instagram


