Monday, December 23, 2024
HomeUncategorizedજામનગરમાં યુવાનની આત્મહત્યા કેસમાં પત્ની અને સસરા વિરુધ્ધ ફરિયાદ

જામનગરમાં યુવાનની આત્મહત્યા કેસમાં પત્ની અને સસરા વિરુધ્ધ ફરિયાદ

ભરણપોષણનો કેસ કરી પત્ની અને સસરા દ્વારા અવાર-નવાર અપાતો ત્રાસ : ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી : પત્ની અને સસરાના ત્રાસથી કંટાળી યુવાનની આત્મહત્યા : પોલીસે મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ

- Advertisement -

જામનગર શહેરમાં દોઢ માસ અગાઉ બુ્રકબોન્ડના ગ્રાઉન્ડમાં આવેલા ઝાડમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરેલા યુવાનના મોત પ્રકરણમાં મૃતકે લખેલી સ્યુસાઈડ નોટના આધારે પોલીસે આખરે મૃતકની પત્ની અને તેના સસરા વિરુધ્ધ મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડેશ્ર્વર વિસ્તારમાં આવેલા વૈશાલીનગર 4 માં રહેતા મુકેશ ગોવિંદભાઈ રાઠોડ નામના યુવાને ગત માર્ચ માસમાં 3 તારીખે બપોરના સમયે બુ્રકબોન્ડ ગ્રાઉન્ડમાં આવેલા ઝાડમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં મૃતકે લખેલી આઠ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઈડ નોટમાં મુકેશની પત્ની મુકતાબેન છ વર્ષથી તેણીના પિતાના ઘરે પુત્રી વૃતિકા સાથે રીસામણે ચાલી ગઈ હતી અને તેણીએ તેણીના પતિ મુકેશ વિરુધ્ધ રાજકોટની અદાલતમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. કોર્ટની તારીખ દરમિયાન પણ મુકેશની પત્ની અને તેના સસરા ખીમજી બાવા ગોહેલ બન્ને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં તેમજ અવાર-નવાર પોલીસ તથા અન્ય કેસમાં ફસાવી દેવાની ધાક-ધમકી આપતા હતાં. પત્ની અને સસરા દ્વારા અવાર-નવાર અપાતા ત્રાસથી કંટાળીને મુકેશ આત્મહત્યા કરી હતી. જેનો ઉલ્લેખ સ્યુસાઈડ નોટમાં કર્યો હતો.

દોઢ માસ અગાઉ આત્મહત્યાના આ કેસમાં પોલીસે મૃતક મુકેશના ભાઈ નરેશ ગોવિંદ રાઠોડના નિવેદનના આધારે મૃતકની પત્ની મુકતાબેન ખીમજી ગોહેલ અને સસરા ખીમજી બાવા ગોહેલ (રહે. નવા થોરાળા, રાજકોટ) વિરુધ્ધ મરી જવા મજબુર કર્યાનો ગુનો નોંધી બન્નેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular