યાત્રા ધામ બેટ દ્વારકા ફેરી સર્વિસ બોટ ધારકો કેપીસીટી કરતા વધુ મુસાફરો તેમજ વધુ ભાડુ લેવા સહિતના ગુના બાબતે જીએમબી-ઓખા દ્વારા પાંચ બોટને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે તેમજ રૂા.500 થી રૂા.1500 સુધીનો રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે.
યાત્રાધામ બેટ દ્વારકામાં ફેરી સર્વિસની યાત્રિક બોટમાં શરતોના ભંગ બદલ જીએમબી દ્વારા પાંચ બોટોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં સુરજ-2 નામની બોટને નિયત દર કરતા વધુ ભાડુ વસૂલવા બદલ, અલ બસીરી નામની બોટને કેપેસિટી કરતા વધારે પેસેન્જર ભરવા બદલ, દરિયા દોલત નામની બોટને ગેરવર્તન તેમજ વધારે ભાડુ વસૂલવા બદલ, સંજરી નામની બોટને કેપેસિટી કરતા વધારે પેસેન્જર ભરવા બદલ તથા રજીયા સુલતાન નામની બોટને નિયત દર કરતા વધુ ભાડુ વસૂલવા, કેપેસિટી કરતા વધારે પેસેન્જર ભરવા બદલ, જીએમબી દ્વારા આ પાંચ બોટને એક સપ્તાહ માટે સસ્પેન્ડ અને રૂા.500 થી રૂા.1500 સુધીનો રોકડ દંડ ફટકારવામાં આવ્યો છે.