Monday, October 12, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા જેલમાં નવરાત્રીની અનોખી ઉજવણી - VIDEO

જામનગર જિલ્લા જેલમાં નવરાત્રીની અનોખી ઉજવણી – VIDEO

જેલના સળિયા પાછળ ગુંજ્યા ગરબાના તાલ, કેદીઓએ રમ્યા ગરબા

જામનગર જિલ્લા જેલમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કેદીઓમાં સદ્ભાવના, સકારાત્મકતા અને ધાર્મિક આસ્થાની ભાવના જાગૃત થાય તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

નવરાત્રી મહોત્સવ અંતર્ગત દરરોજ કેદીઓ માટે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે. ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં તમામ કેદીઓ ઉત્સાહભેર ભાગ લઈ ગરબાની રમઝટ માણે છે.

જેલના વાતાવરણમાં પણ નવરાત્રીના પર્વની ભક્તિ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આયોજનનો હેતુ કેદીઓમાં સદ્ભાવના અને સકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપવાની સાથે પરિવારજનો પ્રત્યેની લાગણી તથા માનવીય સંવેદનાઓને જીવંત રાખવાનો છે.

- Advertisement -

આ રીતે જામનગર જિલ્લા જેલમાં પણ નવરાત્રી પર્વની ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં કેદીઓએ જેલની અંદર ગરબા રમી નવરાત્રીની અનોખી રંગત માણી હતી.

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular