જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં નીલકમલ સોસાઈટીમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગર શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં નીલકમલ સોસાઈટીમાં રહેતા ક્રિપાલસિંહ કિશોરસિંહ જેઠવા (ઉ.વ.15) નામના યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. આ અંગે મૃતક ક્રિપાલસિંહ ના પિતા કિશોરસિંહ એ સીટી સી ડીવીઝન પોલીસને જાણ કરતાં હે.કો. એચ.એ.પરમાર એ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.