ગુજરાતના ભરૂચ જીલ્લામાં રહેતા 100 જેટલા આદિવાસીઓને લાલચ આપી ફોસલાવીને ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવાની ફરિયાદ સામે આવી છે. વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગુજરાતના ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના એક ગામડામાં રહેતા ગરીબ હિન્દુઓને લાલચ આપી ઈસ્લામ ધર્મમાં સમાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતુ હોવાની આશંકાના આધારે લંડનમાં રહેતા એક શખ્સ સહિત 9 લોકો સામે આમોદ પોલીસે ગુન્હો નોંધ્યો છે.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં રહેતા વસાવા હિન્દુ સમુદાયના 37 પરિવારોના 100થી વધુ આદિવાસીઓને પૈસા અને અન્ય પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તન કરવા માટે કહેવામાં આવ્યું હતું. 100થી વધારે લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવતા લંડનમાં રહતા એક શખ્સ સહીત 9લોકો સામે ફરિયાદ હાઈ છે. વસાવા પરિવારોને મુસ્લિમ બનાવવા માટે લંડનમાંથી ફન્ડિંગ કરાયુ હતું.
આમોદ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ આદિવાસી સમુદાયના સભ્યોની નબળી આર્થિક સ્થિતિ અને નિરક્ષરતાનો ફાયદો ઉઠાવીને તેમને ઇસ્લામ સ્વીકારવા માટે લાલચ આપી હતી.
તેમણે કહ્યું કે તમામ નવ આરોપીઓ સ્થાનિક રહેવાસી છે. આરોપીઓમાંથી એક હાલમાં લંડનમાં રહે છે અને તેની ઓળખ ફેફડાવાલા હાજી અબ્દુલ તરીકે થઈ છે, જે આ હેતુ માટે વિદેશમાંથી ફંડિંગ ઉભું કરે છે.