Saturday, December 21, 2024
HomeબિઝનેસStock Market Newsવૈશ્વિક અર્થતંત્ર અને ફુગાવા અંગેની ચિંતાએ ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી...

વૈશ્વિક અર્થતંત્ર અને ફુગાવા અંગેની ચિંતાએ ભારતીય શેરબજારમાં ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૧૧.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૧૩૮.૪૬ સામે ૬૦૩૬૦.૬૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૮૮૧.૭૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૩૯.૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૯.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૦૨૯.૦૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૦૦૮.૪૫ સામે ૧૮૦૧૦.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૮૬૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૫.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૯૨૨.૯૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ સંવત ૨૦૭૬ પૂરું થઈ રહ્યું હોઈ ભારતીય શેરબજારમાં હોલી – ડેની તૈયારી વચ્ચે ટૂંકા સપ્તાહમાં આજે ફંડો, મહારથીઓએ નિફટી, સેન્સેક્સ બેઝડ બે-તરફી અફડાતફડીના અંતે ઉછાળે ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું પસંદ કર્યું હતું. આ સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં શેરોમાં ફંડોએ ઓવરબોટ પોઝિશન હળવી કરવાનું ચાલુ રાખીને આજે મેટલ, એનર્જી, બેઝિક મટિરિયલ્સ શેરોમાં મોટું ઓફલોડિંગ કર્યા સાથે ઓઇલ એન્ડ ગેસ અને હેલ્થકેર – ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં આજે સતત વેચવાલી કરી હતી. અલબત રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં આજે ફંડો, મહારથીઓએ અવિરત પસંદગીની તેજી કરતાં બજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ મોટો ઘટાડો પચાવાતો જોવાયો હતો.

- Advertisement -

વૈશ્વિક મોરચે યુરોપના દેશો યુ.કે. સાથે રશિયા સહિતમાં કોરોના કેસો ફરી વધતાં અને ચાઈનામાં પણ કોરોનાના ફરી ઉપદ્રવના અહેવાલોએ ચિંતા સાથે વૈશ્વિક આર્થિક ચિંતા વધતાં અને ઘરઆંગણે ફુગાવો – મોંઘવારીમાં સતત વધારા સાથે અરામકો દ્વારા વિશ્વની ઓઈલ પુરાંત ઝડપી ઘટી રહ્યાના નિવેદન બાદ હવે અમેરિકાએ ઓપેક દેશોને તેમની ૪,નવેમ્બરની મીટિંગ પૂર્વે ઓઈલના ઉત્પાદનમાં વધારો કરવા વિનંતી કરતાં આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવોમાં નરમાઈ તરફી રૂખ રહી હતી. સ્થાનિક સ્તરે પેટ્રોલ, ડિઝલના સતત વધી રહેલા રેકોર્ડ ભાવને પરિણામે આગામી દિવસોમાં ઔદ્યોગિક, આર્થિક વિકાસ રૂંધાવાની ચિંતાએ પણ બજાર પર અસર વચ્ચે ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડીના અંતે રાખીને ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૧૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, એનર્જી, બેઝિક મટિરિયલ્સ, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, એફએમસીજી, આઈટી અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૦૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૯૪ અને વધનારની સંખ્યા ૧૯૫૯ રહી હતી, ૧૪૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૮૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, સમાપ્ત થયેલા ઓકટોબર માસમાં દેશમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધીને આઠ મહિનાની ઊંચી સપાટીએ રહી છે. ઓકટોબરમાં ઉત્પાદન પ્રવૃત્તિમાં સતત ચોથા મહિને વધારો જોવા મળ્યો છે.  ઉત્પાદન ક્ષેત્રનો આઈએચએસ માર્કિટ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ) જે સપ્ટેમ્બરમાં ૫૩.૭૦ હતો તે ઓકટોબરમાં વધી ૫૫.૯૦ રહ્યો છે. વર્તમાન વર્ષના ફેબ્રુઆરી બાદ આ આંક સૌથી ઊંચો છે. માગમાં સુધારો થવાની અપેક્ષાએ કંપનીઓએ સ્ટોકસ કરવા કાચા માલની ખરીદી વધારી દીધી હતી. સમાપ્ત થયેલા મહિનામાં વેપાર આશાવાદ પણ વધીને ૬ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. 

સ્ટોકસ ઊભા કરીને કંપનીઓ માગમાં સૂચિત વધારાને પહોંચી વળવા સજ્જ થઈ રહી છે, ત્યારે વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારો થશે તેમ જણાઈ રહ્યું હોવાનું આઈએચએસ માર્કિટ ખાતેના અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. જો કે કોરોના ફરી માથું નહીં ઊંચકે તો જ આ વધારો જોવા મળી શકશે. ઓકટોબરમાં કાચા માલના ભાવ એકંદરે વધીને ૯૨ મહિનાની ઊંચી સપાટીએ રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. કેમિકલ, ફેબ્રિક, ઓઈલ, પ્લાસ્ટિક જેવા કાચા માલના ભાવમાં વધારો થયો છે અને પરિવહન ખર્ચમાં પણ વધારો થયો છે. કાચા માલના ભાવ વધતા કંપનીઓએ કિંમતો વધારવાની ફરજ પડી રહી છે.

તા.૦૩.૧૧.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

તા.૦૨.૧૧.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૯૨૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૧૭૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૯૭૭ પોઈન્ટ થી ૧૮૦૦૮ પોઈન્ટ ૧૮૦૮૮ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૮૦૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૨.૧૧.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૪૦૦૩૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૮૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૪૦૧૭૭ પોઈન્ટ થી ૪૦૨૭૨ પોઈન્ટ, ૪૦૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૦૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાટા સ્ટીલ ( ૧૩૧૮ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૦૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૨૮૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૩૩ થી રૂ.૧૩૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • એચસીએલ ટેકનોલોજી ( ૧૧૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૯૩ થી રૂ.૧૨૦૨ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અમરરાજા બેટરી ( ૭૦૮ ) :- રૂ.૬૯૬ નો પ્રથમ તેમજ રૂ.૬૮૬ ના બીજા સપોર્ટથી ઓટો પાર્ટ & ઇક્વિપમેન્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૧૭ થી રૂ.૭૨૩ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટીવીએસ મોટર ( ૬૯૮ ) :- 2/3 વ્હીલર્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૭ થી રૂ.૭૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૭૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અંબુજા સિમેન્ટ ( ૪૧૦ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૯૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૨૨ થી રૂ.૪૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટ્રેડિંગ & ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૩૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • મહાનગર ગેસ ( ૧૦૨૧ ) :- રૂ.૧૦૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૯૯૭ થી રૂ.૯૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • મેક્સ ફાઈનાન્સિયલ સર્વિસ ( ૯૮૯ ) :- લાઇફ ઈન્સ્યોરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૭૩ થી રૂ.૯૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • ભારત ફોર્જ ( ૭૮૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૭૩ થી રૂ.૭૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૬૭૪ ) :- રૂ. ૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૬૦ થી રૂ.૬૪૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular