જામનગર શહેરના ગોકુલનગર સોમનાથ સોસાયટી વિસ્તારમાંથી બાઈક પર પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પૂછપરછમાં અન્ય શખ્સની સંડોવણી ખુલતા પોલીસે શખ્સના મકાનમાં તલાસી લેતા દારૂની ચાર બોટલો મળી આવતા બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર સોમનાથ સોસાયટી પાસેથી જીજે-10-ડીસી-2328 નંબરની બાઈક પર પસાર થતા રાજુ રમેશ મકવાણા નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા દારૂ અને બાઈક સહિત કુલ રૂા.15500 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂમાં નાથા શિવા મકવાણાની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે નાથા મકવાણાના મકાનની તલાસી લેતા તેમાંથી રૂા.2000 ની કિંમતની દારૂની ચાર બોટલો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી હાજર નહીં મળી આવેલા નાથા શિવાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી બન્ને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર શહેરમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
એક બોટલ અને બાઈક કબ્જે : અન્ય સંડોવાયેલા શખ્સના મકાનમાંથી રેઈડ દરમિયાન ચાર બોટલ દારૂ મળી આવ્યો : નાશી ગયેલા શખ્સની શોધખોળ


