Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સચરાચર વરસાદ બાદ મેઘ વિરામ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સચરાચર વરસાદ બાદ મેઘ વિરામ

કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે બપોરે વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા દિવસો દરમ્યાન માંગ્યા મેહ વરસ્યા છે. નોંધપાત્ર પરંતુ બિનહાનિકર્તા આ વરસાદથી સમગ્ર જિલ્લાની જનતા મહદ્ અંશે ખુશ છે. ગઈકાલે શુક્રવારે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ સાથે કેટલાક ભાગોમાં છૂટાછવાયા ઝાપટાં નોંધાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે સવારથી મેઘ વિરામ રહ્યો છે અને ખંભાળિયા સહિતના વિસ્તારોમાં સવારે સૂર્યનારાયણના દર્શન થયા હતા. જો કે ગઈકાલે શુક્રવારે બપોરે કલ્યાણપુર તાલુકાના ધોધમાર 88 મીમી વરસાદ વરસી ગયાનું નોંધાયું છે. આ જ રીતે દ્વારકા તાલુકામાં પણ નોંધપાત્ર મેઘ મહેર વરસી હતી. ગઈકાલે દિવસ દરમિયાન દેવભૂમિ દ્વારકા તાલુકામાં વધુ બાવન મી.મી. પાણી પડી ગયું હતું.

જ્યારે ભાણવડ પંથકમાં હળવા ઝાપટા રૂપે માત્ર પાંચ મી.મી. વરસાદ વરસ્યો છે. આજે વરસાદી વિરામથી લોકોએ રાહત અનુભવી છે. આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન ખંભાળિયા તાલુકામાં 878 મી.મી. (112.28 ટકા), ભાણવડ પંથકમાં 793 મી.મી. (112.80 ટકા), કલ્યાણપુર તાલુકામાં 937 મી.મી. (113.30 ટકા) અને દ્વારકા તાલુકામાં 661 મી.મી. (130.37 ટકા) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115.92 ટકા વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular