Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતતહેવારો ઉજવવા સરકારે રાત્રિ કફર્યુમાં આપી રાહત

તહેવારો ઉજવવા સરકારે રાત્રિ કફર્યુમાં આપી રાહત

જામનગર સહિત 8 મહાનગરોમાં કૃષ્ણ જન્મોત્સવ માટે રાત્રે 1 વાગ્યા સુધી છૂટ, જયારે ગણેશોત્સવ દરમિયાન નાઇટ કરફ્યૂનો રાત્રે 12થી અમલ : જન્માષ્ટમી શોભાયાત્રામાં 200 વ્યકિત, ગણેશ સ્થાપન વિસર્જનમાં 15 વ્યકિતને છૂટ

- Advertisement -

આગામી જન્માષ્ટમી અને ગણેશોત્સવની ઉજવણી માટે રાજય સરકાર રાત્રિ કફર્યુમાં છૂટછાટ આપી છે. જન્માષ્ટમીની રાત્રે રાત્રિ કફર્યુ 1 વાગ્યાથી અમલમાં આવશે જયારે ગણેશોત્સવ દરમ્યાન 12 વાગ્યાથી રાત્રિ કફર્યુનો અમલ થશે. સરકારે ગઇકાલે આ માટેની કેટલીક ગાઇડલાઇન જાહેર કરી છે. જે અનુસાર જન્માષ્ટમી શોભાયાત્રામાં 200થી વધુ લોકો જોડાઇ શકશે નહીં. જયારે ગણેશ સ્થાપન અને વિસર્જનમાં 15 વ્યકિતઓ ભાગ લઇ શકશે. આ કાર્યક્રમો દરમ્યાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
જન્માષ્ટમીના પર્વને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે ભક્તો માટે આનંદના સમાચાર છે. 30 ઓગસ્ટે જન્માષ્ટમી છે ત્યારે રાત્રે 12 સુધી કૃષ્ણ જન્મોત્સવ ઉજવી શકાય તેના માટે 8 મહાનગરોમાં માત્ર એક દિવસ પૂરતો રાત્રિના 1 વાગ્યાથી નાઇટ કરફ્યૂ અમલી કરાશે. જોકે, મટકી ફોડ ઉત્સવને પરવાનગી આપવામાં આવી નથી. આ ઉપરાંત સાર્વજનિક ગણેશોત્સવ સ્થળોએ માત્ર પૂજા-આરતી-પ્રસાદ વિતરણની ધાર્મિક વિધિની છૂટ આપવામાં આવી છે, અન્ય કોઇ ધાર્મિક કાર્યક્રમ યોજી શકાશે નહીં.

ગુજરાતમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવના આગામી તહેવારોની ઉજવણી લોકો કરી શકે તે માટે મુખ્યમંત્રી વિજય રૃપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. કોરોના મહામારીને પગલે હાલમાં 8 મહાનગરોમાં રાત્રિના 11 થી સવારે 6 સુધી નાઇટ કફર્યુ હોય છે. પરંતુ જન્માષ્ટમી માટે 8 મહાનગરોમાં ખાસ પરવનાગી આપવામાં આવી છે અને ત્યાં 30 ઓગસ્ટના એક દિવસ પૂરતો રાત્રિ કફર્યુ 1 વાગ્યાથી અમલી કરાશે. જન્માષ્ટમી પૂર્વે યોજાતી શોભાયાત્રાની પરંપરા જળવાય તેના માટે 200 લોકોની સંખ્યામાં મર્યાદિત રૃટ પર યાત્રાની છૂટ અપાશે. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે વધુમાં વધુ 200 લોકોને દર્શન માટે છૂટ અપાઇ છે. મંદિર પરિસરમાં આવતી દરેક વ્યક્તિએ કોવિડ ગાઇડલાઇન્સ એસઓપીનું પાલન કરવું પડશે. જેના ભાગરૂપે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવું પડશે. જોકે, જન્માષ્ટમીના તહેવારોમાં લોકમેળાની પરવાનગી અપાશે નહીં. મુખ્યમંત્રીએ ગણેશોત્સવનું પર્વ આગામી 9 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર દરમ્યાન રાજ્યમાં ઉજવાવાનું છે તે સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. તદઅનુસાર, સાર્વજનિક ગણેશોત્સવમાં 4 ફૂટની ગણેશ પ્રતિમા તથા ઘરમાં બે ફૂટની ગણેશ પ્રતિમાની સ્થાપના કરી શકાશે. સાર્વજનિક ગણેશોત્સવના સ્થળોએ મંડપમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનું પાલન, ફરજિયાત માસ્ક સાથે લોકો ગણેશ દર્શન કરી શકશે. આ માટે બે ફૂટના અંતરે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ગોળ કુંડાળા-સર્કલ કરીને તેમાં ઊભા રહિ દર્શન કરવાના રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular