જામનગરની ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં આજે રોજ એન્ટીનેટલ સોનોગ્રાફી યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો છે. મેડીકલ કોલેજની જૂની કેન્ટીન ખાતે રેડિયોલોજી વિભાગ દ્રારા સર્ગભા સ્ત્રીઓ માટે સોનોગ્રાફી યુનિટનું નિર્માણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં અગાઉ પણ સગર્ભા સ્ત્રીઓ માટે સોનોગ્રાફી થતી હતી. પરંતુ તેઓના સ્વાસ્થ્યની કાળજી માટે આજે રોજ અલાયદા વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે.
એમ.પી.શાહ મેડીકલ કોલેજની જૂની કેન્ટીન ખાતે આજે રોજ એન્ટિનેટલ (પૂર્વ-પ્રસૂતિ) સોનોગ્રાફીના નવા વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો છે.હોસ્પિટલમાં રોજે અંદાજે 150 જેટલી સગર્ભા સ્ત્રીઓની સોનોગ્રાફી કરવામાં આવે છે. ત્યારે સગર્ભા સ્ત્રી અને ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની કાળજી માટે જૂની કેન્ટીન ખાતે અલાયદા વિભાગનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવા સેન્ટર ખાતે આજથી સોનોગ્રાફી શરુ કરવામાં અવી છે. જામનગર જીલ્લા તથા આજુ બાજુના જીલ્લાઓ માંથી પણ સગર્ભા સ્ત્રીઓ સારવાર અર્થે આવતી હોય અને વધુમાં વધુ ગર્ભવતી સ્ત્રીઓને લાભ મળી શકે તે હેતુથી સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે.
સોનોગ્રાફી વિભાગના ડેપ્યુટી ડાયરેકટર મેડીકલ સર્વિસીસ ડૉ.તૃપ્તિ નાયકના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન નંદીની દેસાઈ, જીજી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.દીપક તિવારી, રેડિયોલોજી વિભાગના વડા તથા અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.