Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયપુલવામામાં આતંકીઓએ સ્પેશિયલ પોલીસ અધિકારીના ઘરમાં ઘુસી ફાયરિંગ કર્યું, પતિ-પત્નીનું મૃત્યુ

પુલવામામાં આતંકીઓએ સ્પેશિયલ પોલીસ અધિકારીના ઘરમાં ઘુસી ફાયરિંગ કર્યું, પતિ-પત્નીનું મૃત્યુ

SPOની પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ

- Advertisement -

કાશ્મીરના પુલવામા જીલ્લામાં આતંકવાદીઓએ પૂર્વ SPOના ઘરમાં ઘુસી તેના પરિવાર પર ફાયરિંગ કર્યું છે. જેમાં SPO અને તેની પત્નીના મૃત્યુ નીપજ્યા છે. અને તેમની પુત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

- Advertisement -

જમ્મુમાં ડ્રોન હુમલાના 24 કલાકની અંદર જ આતંકીઓએ કાશ્મીરના પુલવામામાં પૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર ફૈયાઝ અહેમદની ગોળી મારીને હત્યા કરી છે. પુલવામામાં અવંતીપુરાના હરિપરિગામ નામના ગામમાં મોડી રાતે 11:00 વાગ્યા આસપાસના સમયે કેટલાક આતંકવાદીઓએ  ફૈયાઝ અહેમદના ઘરમાં ઘૂસી તેના પરિવાર પર ફાયરિંગ કર્યું છે.જેમાં  ફૈયાઝનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું અને પત્ની તથા પુત્રી ગંભીર રીતે ઘાયલ થતાં તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં તેની પત્નીનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. તેઓની પુત્રી રાફિયા હાલ સારવાર હેઠળ છે. આતંકવાદીઓના હુમલા બાદ સુરક્ષા દળોએ તે વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને શોધખોળ ચાલુ છે. 

હજુ રવિવારે જમ્મુ કાશ્મીર પોલીસે લશ્કર એ તૈયબાના એક સમૂહ રેસિસ્ટન્સ ફોર્સ સાથે જોડાયેલા કથિત આતંકવાદીની ધરપકડ કરી છે. તેની પાસેથી 5.5 કિલોગ્રામ આઈઈડી જપ્ત કરાયુ છે. જમ્મુના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ચંદન કોહલીએ ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ રામબનના જૈનહાલ-બનિહાલ રહીશ નદીમ ઉલ હક તરીકે કરી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular