જામનગર મહાનગરપાલિકા દ્વારા ભાઇબીજના પર્વ નિમિત્તે જામનગરવાસીઓ માટે ઇ-બસમાં નિ:શૂલ્ક મુસાફરી જાહેર કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ અંગેની વિગત મુજબ જામનગરમાં દીપાવલિના પર્વની શહેરીજનોએ ઉજવણી કરી હતી. ત્યારે ભાઇબીજના પાવન પર્વ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા આધુનિક ઇ-બસમાં નિ:શૂલ્ક મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો હતો અને શહેરીજનોએ આ નિ:શૂલ્ક મુસાફરીનો લાભ લીધો હતો.
View this post on Instagram


