જામનગરના ખોજા ગેઇટ, ટીટોડીવાડી વિસ્તારમાં રહેતાં વૃદ્ધના પુત્રી અને પત્નીનું અવસાન થઇ ગયું હોય તેના વિયોગમાં અને ડિપ્રેશનમાં રહેતાં હોય ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના ખોજા ગેઇટ, ટીટોડીવાડી વિસ્તારમાં રહેતાં અહેમદઅમીન હુસેન આમરોણિયા (ઉ.વ.66) નામના વૃદ્ધના પત્ની નૂરજહાંબેનનું વર્ષ 2019માં અને તેમના દીકરી સાહિનબેનનું તા. 19-01-2026ના અવસાન થયું હોય, જેના વિયોગમાં રહેતાં હોય અને છેલ્લા ઘણાં સમયથી ડિપ્રેશનમાં રહેતા હતાં અને એકલવાયુ જીવન જીવતા હોય જેનું મનમાં લાગી આવતાં ગત્ તા. 08ના બપોરના સમયે પોતાના ઘરે રૂમમાં છતમાં રહેલા પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ અંગે અહેમદનવાઝ આમરોણિયા દ્વારા જાણ કરાતાં હે.કો. એમ. ડી. મોરી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આદરી હતી.


