Friday, September 24, 2021
Homeરાજ્યવેપારીઓને ઢોરમાર મારવાના પ્રકરણમાં પોલીસકર્મી સામે ઉગ્ર વિરોધ

વેપારીઓને ઢોરમાર મારવાના પ્રકરણમાં પોલીસકર્મી સામે ઉગ્ર વિરોધ

માસ્ક ન પહેરવા મામલે પોલીસ દ્વારા અવાર-નવાર પ્રજાને ત્રાસ : પોલીસકર્મીની ધરપકડ કરી કાર્યવાહીની ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગણી : એક દિવસ સજજડ બંધ પાડી ધ્રોલ આજે ખુલ્યુ

- Advertisement -

ધ્રોલમાં આંગડિયા પેઢીની ઓફિસમાં રહેલાં બે વ્યક્તિઓને પોલીસકર્મી દ્વારા માસ્ક ન પહરેવાની બાબતી બોલાચાલી કર્યા બાદ અપશબ્દો બોલી, ઢોર માર મારી ઓફિસમાંથી ઢસડીને ગ્રાઉન્ડ ફલોર પર લઇ જઈ જાહેરમાં કુખ્યાત આરોપીને માર મારતા હોય તે રીતે માર માર્યો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશને લઇ જઈ લાકડી અને લોખંડના પાઈપ વડે માર માર્યાના બનાવના ઘેરા પડઘા પડયા હતાં. પોલીસ દ્વારા કરાયેલા હુમલામાં ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ સહિતના વેપારી એસોસિએશન દ્વારા રવિવારે અને સોમવારે બે દિવસ સજ્જડ બંધ પાડી અને પોલીસવડા સહિતના અધિકારીઓને આવેદન પત્ર પાઠવી વેપારીઓ ઉપર અત્યાચાર આચરનાર પોલીસકર્મીને તાત્કાલિક ડિસમિસ કરવાની માગણી કરવામાં આવી હતી.

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ નગરપાલિકાના હેડ કલાર્ક દિગ્વિજ્યસિંહ ડી. ઝાલા સહિતના બે વ્યક્તિઓ શનિવારે સવારના સમયે આંગડિયાની ઓફિસમાં અંદર બેઠાં હતાં ત્યારે નિલેશ ભિમાણી અને મહિપતસિંહ સોલંકી નામના બે પોલીસ કર્મચારીઓએ આંગડિયા પેઢીની ઓફિસમાં આવી દિગ્વીજયસિંહ અને અન્ય એક વ્યક્તિએ માસ્ક પહેરેલ ન હોય જેથી માસ્ક પહેરવા મામલે ઉગ્ર બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ લાકડી વડે પગમાં અને વાંસામાં તથા મોઢા ઉપર માર માર્યો હતો ત્યારબાદ બન્ને પોલીસકર્મીઓએ યુવાનને ઢસડીને પોલીસ સ્ટેશનમાં લઇ આવી ત્યાં પણ ઢીકાપાટુનો માર મારી, મારી નાખવાની ધમકી આપી હતી. આ પ્રકરણમાં વેપારીઓ દ્વારા આ બન્ને પોલીસ કર્મચારીઓ અવાર-નવાર વેપારીઓને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના મામલે પરેશાન કરતા હતાં અને આ પ્રકરણમાં અનેક વખત રજૂઆતો કરવામાં છતાં કોઇ પગલાં લેવામાં આવ્યા ન હતાં. હાલમાં જ વેપારીને માર મારવાના પ્રકરણના ઘેરા પડઘાં પડયા હતાં અને રવિવારે પોલીસદમનના વિરોધમાં ધ્રોલ ગામ સજ્જડ બંધ રહ્યું હતું તેમજ આ બન્ને પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી સાથે ધ્રોલ ચેમ્બર ઓફ કોમર્સ, હિન્દુ સેના સહિતની સંસ્થાઓએ ધ્રોલ બંધના એલાનને પગલે શહેરના તમામ નાના-મોટા વેપારીઓ, ચા-પાનના લારી-ગલ્લાવાળાઓ સહિતના તમામે-તમામ લોકોએ સ્વયંભૂ બંધ પાળીને આ બનાવને પગલે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રવિવાર સવારથી જ ગાંધીચોક ખાતેની આવેલી પોલીસ ચોકી પાસે 500 થી 600 જેટલા યુવાનો, આગેવાનો તથા નાગરિકોએ હાજર રહીને આ બંને કોન્સ્ટેબલોની ધરપકડ કરવાની સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

પોલીસ કર્મચારીઓ દ્વારા કાયદો હાથમાં લઇને ગમે તેને ગાળો આપી ઢોરમાર મારવો તેવી ફરિયાદો કરવા છતાં તંત્ર તરફથી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કર્મચારીઓ નિલેશભાઇ ભીમાણી તથા મહિપતસિંહ સોલંકી દ્વારા છેલ્લા કેટલાંય સમયથી નાના-મોટા વેપારીઓ તથા સામાન્ય જનતાને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સીંગના નામે અવાર-નવાર હેરાનગતિ કરતાં હોય તેમજ કોઇપણ વ્યક્તિ રજૂઆત કરતાં હોય તો તેઓને જેમ ફાવે તેમ ન છાજે તેવું વર્તન કરતાં હોય ધ્રોલ તાલુકામાં ખૂબ જ નારાજગી ફેલાઈ ગઈ છે. ધ્રોલ શહેર બંધના એલાનના અનુસંધાને આજરોજ ચેમ્બર ઓફ કોમર્સ, હિન્દુ સેના શહેરની સામાજિક સંસ્થાઓ તેમજ નગરપાલિકાના 26 સભ્યોની સહી સાથે મામલતદારને એક આવેદનપત્ર પાઠવેલ તેમજ ધ્રોલ-કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયાએ પણ આ બનાવ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવીને આ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી છે.
વેપારીને માર મારવાના પ્રકરણ એ ગંભીરરૂપ ધારણ કરી લીધું હતું. ઉગ્ર આંદોલન બાદ પોલીસ દ્વારા પોલીસના મારનો ભોગ બનેલા દિગ્વીજયસિંહ દ્વારા મહિપતસિંહ અને નિલેશ ભીમાણી નામના બે પોલીસકર્મીઓ વિરૂધ્ધ માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ સામા પક્ષે પણ મહિપતસિંહ સોલંકી દ્વારા દિગ્વીજયસિંહ સહિત બે વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટ અને અપશબ્દો બોલ્યાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. આ પ્રકરણમાં આજે પોલીસવડા દિપન ભદ્રન દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતાઓ નકારી શકાતી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular