જામનગરમાં દિવાળીના પર્વ દરમ્યાન સૌથી વધુ સ્થળોએ આગ લાગવાના બનાવો બન્યા હતા. આ આગની ઘટનાઓ દરમ્યાન જામનગર મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમે ખડેપગે રહી આગને કાબૂમાં લીધી હતી તેમજ મોટી દુર્ઘટનાઓ બનતા અટકાવી હતી. જેને લઇ જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાએ જામનગર મહાનગરપાલિકાના ફાયર શાખાના કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે કમિશનર દીપેશ કેડિયા, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઇજનેર ભાવેશ જાની, મુકેશ વરણવા, અનવર ગજણ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
View this post on Instagram


