જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મેઘપર નજીકથી પૂરઝડપે પસાર થતા ટ્રકે એકાએક બ્રેક મારતા પાછળથી આવતો ટ્રક આગળ જતાં ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માતમાં ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના પડાણા નજીક જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સોમવારે રાત્રિના સમયે પૂરઝડપે બેફીકરાઇથી આવતા આરજે-19-જીજી-5451 નંબરના ટ્રક ચાલકે આગળ જતાં જીજે-10-એકસ-9864 નંબરના ટ્રકની આગળ જઈ એકાએક મારતા પાછળથી આવતો ટ્રક રાજસ્થાનના પાસીંગવાળા ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાલક કરમણભાઈ નામના યુવાનનો પગ કપાઈ જતાં ગંભીર ઈજા પહોંચવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ટ્રકના કલીનર કરણ કંચવા દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે રાજસ્થાનના પાસીંગવાળા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહીહાથ ધરી હતી.
મેઘપર નજીક આગળ જતાં ટ્રકે બ્રેક મારતાં પાછળથી આવતો ટ્રક ઘૂસી ગયો
અકસ્માતમાં ટ્રકની કેબિનનો ભૂકો બોલી ગયો : ટ્રકચાલકનું ગંભીર ઈજા પહોંચતા મોત : રાજસ્થાનના ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી