Monday, November 2, 2026
Homeરાજ્યજામનગરલ્યો બોલો... જીમમેટની આડમાં દારૂના ચપલા મંગાવ્યા...! - VIDEO

લ્યો બોલો… જીમમેટની આડમાં દારૂના ચપલા મંગાવ્યા…! – VIDEO

જામનગરના ગોમતીપુર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટમાં દારૂના ચપલા મંગાવનાર બે પેઢીઓના જવાબદાર સામે ગુનો નોંધી રૂા. 6,60,360નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

- Advertisement -

દરોડાની મળતી વિગત મુજબ જામનગરના ગોમતીપુર, બજરંગવાડી પાસે આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં મંગાવેલા પાર્સલમાં દારૂનો જથ્થો હોવાની જાણના આધારે પીઆઇ એન. બી. ચૌહાણ તથા સ્ટાફે ટ્રાન્સપોર્ટના ગોડાઉને જઇ તપાસ હાથ ધરતાં જીમમેટના પાર્સલની આડમાં દારૂના ચપલા આવ્યા હોવાનું ખુલતા પોલીસે પાર્સલ ખોલતા તેમાંથી રૂા. 5,85,360ની કિંમતના 2160 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા તથા રૂા. 75 હજારની કિંમતની 300 નંગ જીમમેટ મળી આવતાં પોલીસે કુલ રૂા. 6,60,360નો મુદામાલ કબ્જે લઇ માલ મોકલનાર સિમરન એન્ટરપ્રાઇઝ તથા માલ મંગાવનાર યુવરાજ એન્ટરપ્રાઈઝના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular