દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા રજાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ તા. 7 નવેમ્બર, શનિવારથી તા. 13 નવેમ્બર, શુક્રવાર સુધી યાર્ડના અનાજ વિભાગ અને ડુંગળી વિભાગમાં હરાજી સહિત આવકનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. દિવાળીના પર્વ દરમિયાન વેપારીઓ, ખેડૂતો અને યાર્ડ સાથે સંકળાયેલા લોકોને રજાની સુવિધા મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. જેથી શાકભાજીની ખરીદી અને વેચાણ માટે આવતા ખેડૂતો તથા વેપારીઓને કોઈ અસર થશે નહીં. હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓને રજાના સમયગાળાને ધ્યાનમાં રાખીને પોતાની જણસની આવકનું આયોજન કરવા જાણ કરવામાં આવી છે.
View this post on Instagram


