Monday, November 2, 2026
Homeરાજ્યહાલારકુતરુ આડુ ઉતરતા બાઈક પરથી પટકાયેલા યુવકનું મોત

કુતરુ આડુ ઉતરતા બાઈક પરથી પટકાયેલા યુવકનું મોત

ધ્રોલ તાલુકાના માણેકપર રોડ પરથી પસાર થતા બાઈક આડે કુતરુ ઉતરતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા નીચે પટકાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતાં કરશનભાઈ મયાભાઈ ગમારા (ઉ.વ.22) નામનો યુવક ગત્તા.29ના રોજ વહેલીસવારના 5:30 વાગ્યાના અરસામાં મજૂરો લેવા માટે માણેકપર રોડ પર ભંડારીયા હનુમાનજી મંદિર તરફ જતો હતો ત્યારે બાઈક આડે અચાનક કુતરુ આવી જતાં યુવકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડ પર નીચે પટકાયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા મયાભાઈ દ્વારા જાણ કરવામાં આવતાં હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular