જામનગર તાલુકાના દરેડ ગામમાં નિલગીરી ગોળાઇ પાસેથી પસાર થતાં પીકઅપ વાહનને આંતરીને તલાશી લેતાં તેમાંથી 2448 બોટલ દારૂના ચપલા મળી આવતાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી રૂા. 14,89,908નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં નીલગીરી ગોળાઇ વિસ્તારમાંથી પસાર થતી જીજે10 ટીવાય 4562 નંબરના બોલેરો પીકઅપ વાહનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીઆઇ એચ. બી. ધાંધલિયા તથા સ્ટાફે વોચ ગોઠવી વાહનને આંતરીને તલાશી લેતાં તેમાંથી રૂા. 6,63,408ની કિંમતના 2448 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતાં પોલીસે દિવ્યેશ નારણ હુણ (ઉ.વ.24, રહે. દરેડ) તથા નિલેશ નારણ હુણ (ઉ.વ.23, રહે. દરેડ)ની નામના બે શખ્સોને રૂા. 20 હજારની કિંમતના બે મોબાઇલ ફોન તથા રૂા. આઠ લાખની કિંમતનું બોલેરો પીકઅપ વાન અને દારૂનો જથ્થો મળી કુલ રૂા. 14,89,908ના મુદામાલ સાથે ધરપકડ કરી ગુનો નોંધી આગળની પૂછપરછ હાથ ધરી હતી.


