કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા જીગ્નેશગર રમેશગર ગોસ્વામી (ઉ.વ. 41) નામના યુવાન સાથે છેલ્લા બે-ત્રણ દિવસથી ચાલતી આવતી નાની નાની બાબતનું મનદુ:ખ રાખી, આ જ ગામના સામરા પાલા વરમલ નામના શખ્સે તેમને ધોકા વડે બેફામ માર મારી લોહી લોહાણ કર્યાની તથા બિભત્સ ગાળો ભાંડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આરોપી સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


