Friday, November 6, 2026
Homeરાજ્યહાલારભાણવડમાં રિક્ષાએ ઠોકરે ચઢાવતા વૃદ્ધાનું મોત નિપજયું

ભાણવડમાં રિક્ષાએ ઠોકરે ચઢાવતા વૃદ્ધાનું મોત નિપજયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રૂપામોરા ગામમાં વૃદ્ધા તેના ઘર પાસેથી જતા હતા ત્યારે પુરપાટ બેફિકરાઇથી આવી રહેલી અજાણી રિક્ષાના ચાલકે વૃદ્ધાને ઠોકરે ચઢાવી હડફેટ લેતા મોત નિપજયું હતું.

- Advertisement -

હિટ એન્ડ રનના બનાવની વિગત મુજબ દ્વારકા જિલ્લાના ભાણવડ તાબેના રૂપામોરા ગામે રહેતા અજાયબેન જેરામભાઈ પીપરોતર (ઉ.વ.80) નામના વૃદ્ધ મહિલાને તેમના ઘર નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક અજાણ્યા રીક્ષા ચાલકે અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી રીક્ષા ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે ભાણવડ પોલીસે મૃતકના પુત્ર મોહનભાઈ જેરામભાઈ પિપરોતરની ફરિયાદ પરથી અજાણ્યા રીક્ષા ચાલક સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એલ.એમ. પુરોહિત દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular