Tuesday, November 3, 2026
Homeરાજ્યહાલારજામજોધપુરમાં યુવાનનો અગમ્યકારણોસર આપઘાત

જામજોધપુરમાં યુવાનનો અગમ્યકારણોસર આપઘાત

સિદસર ગામ નજીક મંદિરે દવા ગટગટાવી : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ

જામજોધપુર ગામમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર દવા ગટગટાવી લેતા તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામના ગંજીવાડા વિસ્તારમાં તાલુકા પંચાયતની પાછળ રહેતાં રાજ ઉર્ફે ભોલો સુરેશભાઈ મકવાણા નામના યુવાને સોમવારે રાત્રિના સમયે જામજોધપુર તાલુકાના સીદસર ગામ પાસે આવેલા જડેશ્ર્વર મહાદેવ મંદિર નજીક અગમ્યકારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ ચિરાગ મકવાણા દ્વારા જાણ કરાતા હેકો આર.આર. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આપઘાતનું કારણ જાણવા તપાસ પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular