જામનગરના દરબારગઢ નજીક રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી દરમિયાન વેપારીઓ અને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. સવારના સમયે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક વેપારીઓ અને કર્મચારીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બનતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા. વેપારીઓએ એસ્ટેટ વિભાગના કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી હતી અને ધમકીઓ આપી હતી. જાહેરમાં જ કર્મચારીઓ સાથે ઝપાઝપી અને મારામારી કરવામાં આવતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી દરમિયાન બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં લોકોનાં ટોળાં એકત્રિત થયાં હતાં. મહાનગરપાલિકાની કામગીરી દરમિયાન કર્મચારીઓ સાથે થયેલા ઘર્ષણને પગલે તંત્રની કામગીરી અને કર્મચારીઓની સુરક્ષા અંગે પણ સવાલો ઊભા થયા છે.
View this post on Instagram


