Tuesday, November 3, 2026
Homeરાજ્યજામનગરકોલેજીયન યુવતીનો પીછો કરનાર અજાણી મહિલા કોણ...?? - VIDEO

કોલેજીયન યુવતીનો પીછો કરનાર અજાણી મહિલા કોણ…?? – VIDEO

જામનગર શહેરમાં જનતા ફાટક પાસેના શક્તિનગર શેરી નંબર-1માં ગઈકાલે સાંજના 05:00 વાગ્યાના અરસામાં ભાવિકાબેન નામની યુવતી કોલેજથી આવીને ઘર તરફ જતી હતી ત્યારે તેની પાછળ આવી રહેલી અજાણી મહિલાએ યુવતીને કહ્યું કે ‘તું મારા ઘરે આવ, મને અંગ્રેજી લખી આપ’ તેવી વાતો કરી અમારા લતામાં થોડે દૂર સુધી પાછળ-પાછળ આવતી હતી. પરંતુ, આ મહિલા કોણ છે ? તેની જાણ ન હોવાથી શંકા જતા યુવતીએ અજાણી મહિલા અંગે પોલીસમાં અરજી કરી હતી. જેના આધારે ખોડિયાર કોલોની પોલીસ ચોકી સ્ટાફે યુવતીની અરજીના આધારે અજાણી મહિલાના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular