Friday, October 30, 2026
Homeહેલ્થ એન્ડ વેલનેસકેવી રીતે રાખશો તમારા ઇલેક્ટ્રિક ગેજેટ્સ અને ઉપકરણો એકદમ નવા જેવા..?

કેવી રીતે રાખશો તમારા ઇલેક્ટ્રિક ગેજેટ્સ અને ઉપકરણો એકદમ નવા જેવા..?

આજના આધુનિક યુગમાં ઘર અને ઓફિસમાં ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. ટીવી, રેફ્રિજરેટર, માઇક્રોવેવ, મિક્સર કે લેપટોપ જેવા ઉપકરણોને જો સમયસર સાફ કરવામાં ન આવે, તો તે ખરાબ થઈ શકે છે અને તેની કાર્યક્ષમતા ઘટી જાય છે. ઇલેક્ટ્રિક ઉપકરણોની સાચી અને સુરક્ષિત રીતે સફાઈ કરવા માટે અહીં કેટલીક સરળ ટિપ્સ આપી છે.

- Advertisement -

સફાઈ શરૂ કરતા પહેલાં સુરક્ષા

  • પાવર બંધ કરો: કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન સાફ કરતાં પહેલાં તેનું પ્લગ બોર્ડમાંથી કાઢી લેવું અને સ્વીચ બંધ કરવી અનિવાર્ય છે.
  • ઉપકરણ ઠંડુ થવા દો: ઇસ્ત્રી, માઇક્રોવેવ કે ટોસ્ટર જેવા ઉપકરણો ગરમ હોય ત્યારે તેને ક્યારેય સાફ ન કરો. તેને સંપૂર્ણ ઠંડા થવા દો.

યોગ્ય સાધનો અને સામગ્રીની પસંદગી

  • માઇક્રોફાઇબર કાપડ : ઉપકરણોની સ્ક્રીન કે બોડી પર સ્ક્રેચ ન પડે તે માટે નરમ માઇક્રોફાઇબર કપડાંનો જ ઉપયોગ કરવો.
  • સોફ્ટ બ્રશ: કીબોર્ડ, સ્પીકર ગ્રીલ કે ફેન જેવી જગ્યાઓની ધૂળ સાફ કરવા નરમ બ્રશ કે ઈયરબડ્સનો ઉપયોગ કરો.
  • દ્રાવણ : પાણી અને ઈસોપ્રોપિલ આલ્કોહોલનું સરખા ભાગે મિશ્રણ ઉત્તમ ગણાય છે.

સફાઈ કરવાની સાચી રીત

  • સીધો સ્પ્રે ન કરવો: ક્યારેય પણ કોઈ લિક્વિડ કે પાણીનો સ્પ્રે સીધો ઇલેક્ટ્રિક સાધન પર કરવો નહીં. હંમેશાં પહેલાં કપડાં પર થોડું લિક્વિડ છાંટીને પછી જ સાધન સાફ કરવું.
  • વાયર અને પ્લગની સંભાળ: વાયર અને પ્લગ સાફ કરતી વખતે સહેજ પણ ભેજ ન રહેવો જોઈએ. વાયરને ખેંચીને સાફ ન કરવા.
  • વેન્ટિલેશન કટ-આઉટ્સ: ટીવી કે સીપીયુની પાછળ આપેલા હવાઉજસના કાણાં (Vents) માંથી ધૂળ કાઢવા હાજર હોય તો વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરવો.

વિવિધ ઉપકરણો માટે ખાસ ટિપ્સ

  • ટીવી અને મોનિટર સ્ક્રીન: સ્ક્રીન સાફ કરવા માટે ક્યારેય ગ્લાસ ક્લીનર (જેમ કે કોલિન) નો ઉપયોગ ન કરવો. તેનાથી સ્ક્રીનનું કોટિંગ ખરાબ થઈ શકે છે. ફક્ત સૂકા અથવા સહેજ ભેજવાળા માઇક્રોફાઇબર કાપડનો ઉપયોગ કરો.
  • રેફ્રિજરેટર અને માઇક્રોવેવ: અંદરની સફાઈ માટે બેકિંગ સોડા અને નવશેકા પાણીના મિશ્રણનો ઉપયોગ કરવાથી દુર્ગંધ દૂર થાય છે.
  • મિક્સર અને ગ્રાઇન્ડર: મોટર વાળા નીચેના ભાગમાં પાણી ન જાય તેનું ધ્યાન રાખવું અને બ્લેડ સાફ કરતી વખતે સાવચેતી રાખવી.

સફાઈ પછી ધ્યાન રાખવાની બાબત

સફાઈ પૂરી થયા પછી ઉપકરણ સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. બધો ભેજ ઉડી જાય ત્યાર બાદ જ પ્લગ લગાવીને સ્વીચ ચાલુ કરો.

નિયમિત અને સાચી રીતે કરવામાં આવેલી સફાઈથી ઇલેક્ટ્રિક ઉપકરણો લાંબા સમય સુધી નવા જેવા રહે છે અને વીજળીની પણ બચત થાય છે. સપ્તાહમાં કે મહિનામાં એકવાર ઉપકરણોની યોગ્ય કાળજી લેવી જરૂરી છે.

- Advertisement -

[અસ્વીકરણ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ઘરગથ્થુ સફાઈના ઉપાયો અને જાહેરમાં ઉપલબ્ધ જાણકારી પર આધારિત છે.ચોક્કસ પરિણામો માટે કે કોઈપણ નુકસાન, માટે ખબર ગુજરાત જવાબદાર રહેશે નહીં.]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular