Monday, October 26, 2026
Homeરાજ્યજામનગરગાળો બોલવાની ના પાડતાં શખ્સ દ્વારા પરિવારજનો ઉપર હુમલો

ગાળો બોલવાની ના પાડતાં શખ્સ દ્વારા પરિવારજનો ઉપર હુમલો

દરેડ ગામમાં ઘર પાસે ગાળો બોલવાની યુવાને ના પાડી : ઉશ્કેરાયેલા શખ્સે યુવાનને ધોકા વડે લમધાર્યો : પુત્રને બચાવવા પડેલા માતાને પણ માર માર્યો : હુમલો કરતાં અટકાવવા ગયેલી બહેન ઉપર ધોકા વડે હુમલો : ત્રણ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

જામનગર તાલુકાના દરેડ ગામમાં મજુરી કામ કરતાં યુવાનના ઘરની બહાર ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે યુવાન તથા તેની માતા અને બહેન ઉપર હુમલો કરી ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા અને મજૂરીકામ કરતાં અજયસિંહ નારૂભા રાઠોડ (ઉ.વ.40) નામના યુવાનના ઘર બહાર ગત્ તા. 21ના રોજ રાત્રિના સમયે જયદીપ આહિર નામનો શખ્સ ગાળો બોલતો હોવાથી અજયસિંહે જયદીપને ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા જયદીપે લાકડાના ધોકા વડે અજયસિંહ ઉપર હુમલો કર્યો હતો. અજયસિંહને છોડાવવા વચ્ચે પડેલા તેમના માતા નંદુબા ઉપર પણ જયદીપે લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ જયદીપને હુમલો કરતાં અટકાવવા જતાં સોનલબા વચ્ચે પડતાં જયદીપે સોનલબાને લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી.

શખ્સ દ્વારા કરાયેલા હુમલામાં અજયસિંહ, તેમના માતા નંદુબા અને બહેન સોનલબાને ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. ડી. વી. છૈયા તથા સ્ટાફે અજયસિંહના નિવેદનના આધાર જયદીપ આહિર વિરૂદ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular