Monday, October 26, 2026
Homeરાજ્યજામનગરજામનગરના બેડેશ્વરમાં દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

જામનગરના બેડેશ્વરમાં દારૂના ચપલા સાથે શખ્સ ઝડપાયો

જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી પોલીસે રેઇડ દરમિયાન એક શખ્સને મોટરસાઇકલમાં 37 નંગ દારૂના ચપલા સાથે ઝડપી લઇ કુલ રૂા.53,700નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં શખ્સ વિદેશી દારૂના ચપલાની હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે સીટી બી પોલીસે રેઇડ દરમિયાન હુશેન એલીયાસ કમોરા નામના શખ્સને મોટરસાઇકલમાં 37 નંગ વિદેશી દારૂના ચપલા સાથે ઝડપી લીધો હતો. રેઇડ દરમિયાન રૂા.3700ની કિંમતના 37 નંગ ચપલા, રૂા.50,000ની કિંમતનું મોટરસાઇકલ સહિત કુલ રૂા.53,700નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular