Monday, October 26, 2026
Homeરાજ્યજામનગરશરદ પૂનમના ચાંદ વચ્ચે રાસની રમઝટ - VIDEO

શરદ પૂનમના ચાંદ વચ્ચે રાસની રમઝટ – VIDEO

જામનગર શહેર જિલ્લામાં ગઇકાલે શરદપૂર્ણિમા નિમિતે ચાંદનીના નયનરમ્ય પ્રકાશ વચ્ચે અનેક સ્થળોએ રાસ-ગરબાની રમઝટ જામી હતી. શહેરની શાન સમા લાખોટા તળાવ ખાતેથી શરદપૂર્ણિમાના ચંદ્રનો નયનરમ્ય નજારો શહેરીજનોએ તસ્વીરમાં કેદ કર્યો હતો.

- Advertisement -

આસો નવરાત્રીની પૂર્ણાહુતી બાદ ગઇકાલે શરદ પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. શરદ પૂનમ નિમિતે રાસોત્સવના આયોજનો થયા હતાં. આકાશમાં ખીલેલા પૂર્ણ ચંદ્રની શિતળતાના અજવાળાએ વાતાવરણને આહલાદક બનાવ્યું હતું. શરદપૂનમની રાત્રીએ શહેરની શાનસમા લાખોટા તળાવ ખાતે પૂર્ણ ચંદ્રનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. શરદ પૂનમના ચાંદનીના પ્રકાશ વચ્ચે વિવિધ સ્થળોએ પરંપરાગત રાસ-ગરબાના આયોજનો થયા હતા જેમાં ઢોલ-નગારા અને સંગીતના સુર સાથે રાસની રમઝટ જામી હતી. ચાંદનીની શીતળતા વચ્ચે રઢીયાળી રાતના રાસ-ગરબાની રમઝટ સાથે શરદ પૂનમની ઉજવણી કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular