Monday, October 26, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ભાઇ-ભાભી ઉપર નાનાભાઇ-ભાભીનો હુમલો

જામનગરમાં ભાઇ-ભાભી ઉપર નાનાભાઇ-ભાભીનો હુમલો

જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધના પુત્રની ઓરડી ખાલી કરવા માટે તેના જ ભાઇ તથા ભાભીએ જેમ ફાવે તેમ ગાળો કાઢી, તલવાર વડે મોટાભાઇ અને તેના પત્ની ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના ધરારનગર-1 વિસ્તારમાં રહેતાં જુમાભાઇ તમાચીભાઇ સોરા નામના વૃદ્ધ ગત્ તા. 22ના રોજ રાત્રિના સમયે તેના ઘરે હતા ત્યારે તેના નાનાભાઇ આમદ તમાચી સોરા તથા તેની પત્ની રૂક્સાનાબેન આમદ સોરા બન્નેએ આવીને જુમાભાઇને ઘરના બહાર બોલાવી, “તારા દીકરા આમીનને કહેજે કે, ઓરડી ખાલી કરી નાંખે.” તેમ ધમકાવી જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. તેથી જુમાભાઇના પત્ની ઝરીનાબેને ગાળો કાઢવાની ના પાડતાં દિયર તથા દેરાણીએ તલવાર વડે મોટાભાઇ ભાભી ઉપર હુમલો કરી ઇજા કરી હતી. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ પી. કે. વાઘેલા તથા સ્ટાફે વૃદ્ધાના નિવેદનના આધારે તેના દિયર તથા દેરાણી વિરૂદ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular