કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં આવેલા વૃદ્ધ ખેડૂતના ખેતરમાં 14 વિઘામાં કરેલા મગફળીના વાવેતર કાઢીને ઢગલો કર્યો હતો. તે મગફળીને અજાણ્યા શખ્સે આગ લગાડી સળગાવી નાખી હતી.
મળતી વિગત મુજબ કાલાવડ તાલુકાના મોટી વાવડી ગામમાં રહેતાં જીવરાજભાઇ રામજીભાઇ દોંગા (ઉ.વ.70) નામના વૃદ્ધ ખેડૂતની સર્વે નંબર 163માં આવેલી ખેતીની 14 વિઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હતું.આ પૈકીની 12 વિઘાની મગફળી ખેતરમાં કાઢીને ઢગલો કર્યો હતો. દરમ્યાન ગત્ તા. 19ના સાંજના સમયે રૂા. 1,98,000ની કિંમતની 135 મણ મગફળીના ઢગલામાં અજાણ્યા શખ્સે આગ લગાડી નુકશાન પહોંચાડયું હતું. મગફળી સળગાવી નાખતા હે.કો જી. આર. ચાવડા તથા સ્ટાફે અજાણ્યા શખસો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


