Monday, October 26, 2026
Homeરાજ્યહાલારનિશાળેથી ઘરે આવેલી 13 વર્ષની બાળકીનું બેશુદ્ધ થઇ જતાં મોત

નિશાળેથી ઘરે આવેલી 13 વર્ષની બાળકીનું બેશુદ્ધ થઇ જતાં મોત

જામનગર તાલુકાના ફલ્લા ગામના વાડી વિસ્તારમાં રહેતાં ખેતમજૂર પરિવારની સગીરા પુત્રી નિશાળેથી અભ્યાસ કરીને પરત ઘરે ફર્યા બાદ ઉલ્ટી થતાં બેશુદ્ધ થઇ જવાથી હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના છોટી ઉતી ગામના વતની અને હાલ જામનગર તાલુકાના ફલ્લા ગામના વાડી વિસ્તારમાં આવેલી કેશુભાઇ કાનાણીના ખેતરમાં મજૂરીકામ કરતાં લાલુભાઇ ડુંગરસિંગ મહેડા (ઉ.વ.38) નામના ખેતમજૂરની પુત્રી આશાબેન મહેડા (ઉ.વ.13) નામની બાળકી ગત્ શનિવારે તા. 24ના રોજ બપોરના સમયે પોણા બાર વાગ્યાના અરસામાં ફલ્લા ગામની નિશાળેથી અભ્યાસ કરીને તેના ઘરે પરત ફરી હતી. ત્યારબાદ બાળકીને કોઇ કારણસર ઉલ્ટી થવાથી બેશુદ્ધ થઇ ગઇ હતી. બેશુદ્ધ થઇ જતાં બાળકીને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું રવિવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હે.કો. જી. કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular