Saturday, October 24, 2026
Homeરાજ્યહાલારલાલપુરના એલસી કોલોનીમાં પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત

લાલપુરના એલસી કોલોનીમાં પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત

લાલપુરના એલસી-9 કોલોનીમાં રહેતાં પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજયું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની મળતી વિગત મુજબ મૂળ બિહારના ભોજપુર જિલ્લાના ખોરીકોણથાનાના વતની અને હાલ લાલપુર તાલુકાના કાનાલુસમાં એલસી-9 કોલોનીમાં રહીને મજૂરીકામ કરતાં અસમાનરામ સુરતરામ (ઉ.વ.52) નામના પ્રૌઢ તા. 23ના બપોરના સમયે પોતાના કામ ઉપર જતા હોય આ દરમ્યાન તેઓને છાતીમાં દુ:ખાવો ઉપડતાં બેશુદ્ધ થઇ જતાં સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતાં. અ આ બનાવ અંગે કનૈયાસિંહ રાધામોહને જાણ કરતા મેઘપર પડાણા એએસઆઇ વી. સી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular